Thursday 12 October 2023

SWAYAM CERTIFICATE SCHOLARSHIP YOJANA

SWAYAM (Study Webs of Active-Learning for Young Aspiring Minds) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક કાર્યક્રમ છે અને શિક્ષણ નીતિના ત્રણ મુખ્ય સિદ્ધાંતો જેમ કે ઍક્સેસ, ઇક્વિટી અને ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે રચાયેલ છે. આ પ્રયાસનો ઉદ્દેશ્ય સૌથી વધુ વંચિતો સહિત, સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસાધનોને બધા સુધી પહોંચાડવાનો છે. SWAYAM એવા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ વિભાજનને દૂર કરવાનો પ્રયાસ કરે છે જેઓ અત્યાર સુધી ડિજિટલ ક્રાંતિથી દુર રહ્યા છે અને જ્ઞાન અર્થતંત્રની મુખ્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. આ એક પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે જે વર્ગ 9 થી પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધીના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા તમામ અભ્યાસક્રમોના હોસ્ટિંગની સુવિધા આપે છે, જે કોઈપણ દ્વારા કોઈપણ સમયે, ગમે ત્યાં ઍક્સેસ કરી શકાય છે. તમામ અભ્યાસક્રમો ઇન્ટરેક્ટિવ છે. સ્વયમ પર આયોજિત અભ્યાસક્રમો 4 Quarterમાં વિભાજીત કરવામાં આવેલ છે - (1) video lecture, (2) specially prepared reading material that can be downloaded/printed (3) self-assessment tests through tests and quizzes and (4) an online discussion forum for clearing the doubts. રાજ્યની ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ હેઠળની સંસ્થાઓ ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભારત સરકારના SWAYAM-NPTEL કાર્યક્રમ હેઠળ ચાલતા પ્રોગ્રામો કરવા માટે પ્રેરાય અને વિદ્યાર્થીઓ SWAYAM-NPTELના માધ્યમ થકી વિવિધ સર્ટીફીકેટ પ્રોગ્રામ પાસ કરે તે માટે પોર્ટલ પરથી ફ્રી લર્નિંગ કોર્સ કર્યા બાદ કોર્સ સર્ટિકિટ મેળવવા પરીક્ષા ફી અન્વયે ૧૦૦% સહાય આપવા STEM અને બિઝનેસ એજ્યુકેશનના પ્રોત્સાહન માટે “SWAYAM Certificate શિષ્યવૃત્તિ યોજના”ની ૨૦૨૩-૨૪ના વર્ષમાં નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે.
 SWAYAM Certificate શિષ્યવૃતિ આપવા માટે વિદ્યાર્થીઓની પસંદગી અંગેના ધારા ધોરણો:
 1. રાજ્યમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ હેઠળની સરકારી કોલેજો ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકશે
. 2. SWAYAM Certificate કોર્ષની પસંદગી વખતે વર્તમાન સંજોગો, ભવિષ્યમાં આવનાર અત્યાધુનિક તકનીક અનુલક્ષીને તથા વિદ્યાર્થીને રોજગારમાં મદદરૂપ નીવડે તેવા કોર્સની પસંદગીને પ્રાધાન્ય આપવાનું રહેશે.
 3. SWAYAM Certificate યોજના હેઠળ વિદ્યાર્થીઓએ કોર્સની દરખાસ્ત નિયત ફોર્મેટમાં કૉલેજના પ્રિન્સિપાલના સહી/સિક્કા સાથે સબમીટ કરવાની રહેશે અને કોલેજના પ્રિન્સિપાલે તમામ પ્રાપ્ત થયેલ દરખાસ્તની ચકાસણી કરી કેસીજી કચેરીને મોકલવાની રહેશે.
 4. વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવેલ દરખાસ્તની ભલામણ કોલેજે કેસીજી કચેરીની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.
 5. વિદ્યાર્થીઓએ કોર્સ પૂર્ણ થયા બાદ કોર્સ ફ્રીની રીસીપ્ટ, કોર્ષ સર્ટીફીકેટ વગેરેની ચકાસણી કરીને પછી કોલેજના પ્રિન્સિપાલે કેસીજી કચેરીને સંબંધિત વિદ્યાર્થીઓને ચુકવણા કરવા માટેની પ્રમાણિત યાદી મોકલવાની રહેશે. 
 6. કોલેજ દ્રારા વિદ્યાર્થીઓની ચુકવણાની યાદીની ચકાસણી કરીને આ અનુદાનમાંથી કેસીજી કચેરીને મોકલવાની રહેશે તે મુજબ કેસીજી કચેરીની એપેક્ષ કમિટીની મંજુરી મળ્યા બાદ વિદ્યાર્થીને બેંકમાં DBT મારફત વિદ્યાર્થીઓને ચુકવણું કરવામાં આવશે. 
 7. વિદ્યાર્થીઓએ SWAYAM Certificate કોર્સનો ક્રેડિટ સ્કોર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC) પર જમા કરવાની રહેશે 
 8. વિદ્યાર્થીઓએ તેમની દરખાસ્તમાં દર્શાવેલ સૂચિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે, જો વિદ્યાર્થીઓ તેને સૂચિત સમયરેખામાં પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય તો કેસીજી દ્વારા કોઈપણ પ્રકારની ફી નું ચુકવણું કરવામાં આવશે નહિ. 
 9. જો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો પૂર્ણ કરતા નથી અથવા KCGને કોલેજ મારફત પ્રમાણપત્ર સબમીટ કરતા નથી, કેસીજી દ્વારા કોઈપણ પ્રકારની ફીનું ચુકવણું કરવામાં આવશે નહિ.

All students of Electrical Engineering department are informed to visit SWAYAM PORTAL to enroll for courses . Details of courses are found on the web page https://swayam.gov.in/

IF STUDENTS ARE WILLING TO TAKE COURSES UNDER THIS SCHEME THEN THEY HAVE TO SUBMIT PROPOSAL FORMAT ATTACHED HERE WITH AND SUBMIT IT TO PROF.H.C.EJNER 

NOTE:STUDENTS CAN ENROLL FOR MULTIPLE COURSES BUT THEY SHOULD CHECK THE EXAM DATES WILL NOT CLASH FOR THE APPLIED COURSE.VISIT https://swayam.gov.in/explorer FOR THE SAME.

SWAYAM LETTER: CLICK HERE
PROPOSAL FORM TO SUBMIT: Click here